
દક્ષેશ ચૌહાણ: ઝાલોદ
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ 112 ની ટીમની દાહોદ જિલ્લામાં સરાહનીય કામગીરી
દાહોદ જિલ્લાના ઝાલોદ 112 ટીમની સરાહનીય કામગીરી : ગુમ થયેલ યુવકને તેના પરિવારને સોપ્યો
દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લામાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ 112ની ટીમ દ્વારા સરા ની કામગીરી કરવામાં આવેલ છે જેમાં ઝાલોદ તાલુકામાંથી ગુમ થયેલ એક યુવકને તેના પરિવારજનો સાથે પુનઃમૂલ્યાંક કરાવતા 112 ની ટીમનો પરિવારજનો એ હૃદય પૂર્વક આભાર માન્યો હતો.
સમસ્યા અનેક પણ નિરાકરણ માટે નંબર 112 ની જન રક્ષક સલામતીનો અધિકાર એજ જન સુવિઘા જાહેર જનતા માટે ચાલુ કરવામાં આવી છે. આ સેવાનો લાભ ગુજરાતમાં લાખો લોકો રોજેરોજ લઈ રહેલ છે. 112 ની એક ઉત્તમ અને સરાહનીય કામગીરી ઝાલોદમાં જોવા મળી હતી. ઝાલોદ બિયામાળીના પ્રિતેશકુમાર રાજેશભાઈને એક અજાણ્યો વ્યક્તિ જેની ઉંમર આશરે 65 વર્ષ છે તે બિયામાળી ગામનાં રસ્તા બાજુ બેઠા જોવા મળેલ હતા તેવામાં અજાણ્યા વ્યક્તિને જોઈ પ્રિતેશ ભાઈએ ઝાલોદ ની 112 માં કોલ કરેલ જણાવ્યું કે અમારા ગામમાં એક અજાણ્યા વ્યક્તિ બેઠો છે તે ઉંમરમાં છે તેવું જણાવ્યું જેના આધારે 112 ટીમ ઘટના સ્થળે દોડી તપાસ કરતા અજાણ્યા વ્યક્તિ સાથે વાતો કરી કયા ગામના છે તે વિશે માહિતી મેળવી હતી. જેમાં વાતચીત કરતાં અજાણ્યા વ્યક્તિએ પોતાનું નામ સુરતાનભાઈ ગળ્યાભાઈ વસૈયા રહે ( હિરોલા તા.સંજેલી) હોવાનું જણાવેલ હતું. 112 ટીમ દ્વારા સુરતાનભાઈ જોડે થયેલ વાતચીતના આધારે તપાસ હાથ ધરી હતી. અને તેઓ હિરોલા (તા.સંજેલી) નાજ છે તે ખરાઈ થયેલ હતું. ભૂલે પડી ગયેલ સુરતાનભાઈને તેમના ભાઈ મગનભાઈ ગળ્યાભાઈ ના ઘરે જઈને 112 ની ટીમ દ્વારા સોપવામાં આવેલ હતો. આ ગુમ થયેલ વ્યક્તિ 03-10-2025 ના રોજ રાત્રીના 1:45 વાગ્યે મગનભાઈ ગળ્યાભાઈ વસૈયાને (તા.હિરોલા, સંજેલી) ના ભાઈને 112 ની ટીમ દ્વારા ગણતરીનાં કલાકોમાં વ્યક્તિને સોંપવામાં આવેલ હતો. જેથી 112 ટીમની ઝડપી કામગીરી થી પરિવારજનોએ 112 ટીમનો આભાર માનવામાં આવેલ હતો. સંજેલી તાલુકાના હિરોલા ગામનો વ્યક્તિ ગુમ થયેલ હતોં તેવામાં ઝાલોદ ના બિયામાળીમાંથી મળતાં 112 ટીમ દ્વારા ગુમ થઈ વ્યક્તિને હિરોલા ગામે તેના પરિવારને સોંપવાની સરાહનીય કામગીરી જોવા મળેલ હતી. સાથે ગ્રામજનોએ દાહોદ જીલ્લા પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.