Monday, 14/07/2025
Dark Mode

ઝાલોદ નગરમાંથી પસાર થતાં બસ સ્ટેશનથી મુવાડા તરફનો નવીન રસ્તામાં ભ્રષ્ટાચારની કામગીરી ?ઝાલોદ નગરપાલિકાની ઉદાસીનતા ભરી કામગીરને પગલે નવીન બનેલ રસ્તાની હાલત ખખડધજ થવાને આરે..

January 11, 2023
        2728
ઝાલોદ નગરમાંથી પસાર થતાં બસ સ્ટેશનથી મુવાડા તરફનો નવીન રસ્તામાં ભ્રષ્ટાચારની કામગીરી ?ઝાલોદ નગરપાલિકાની ઉદાસીનતા ભરી કામગીરને પગલે નવીન બનેલ રસ્તાની હાલત ખખડધજ થવાને આરે..

 

ઝાલોદ નગરપાલિકાની ઉદાસીનતા ભરી કામગીરને પગલે નવીન બનેલ રસ્તાની હાલત ખખડધજ થવાને આરે

ઝાલોદ નગરમાંથી પસાર થતાં બસ સ્ટેશનથી મુવાડા તરફનો નવીન રસ્તામાં ભ્રષ્ટાચારની કામગીરી ?

માત્ર બે મહિના પહેલા બનેલ આ રસ્તો ચોમાસા સુધી ટકશે ખરો ?

દાહોદ તા.૧૧

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાંથી પસાર થતાં બસ સ્ટેશનથી મુવાડા તરફનો રસ્તો બે મહિના પહેલાજ બન્યો હતો અને આજે આ રસ્તાની હાલત કથળતી જાેવા મળી રહી છે. આ રસ્તા પર બનેલ આર.સી.સી. રોડ પર તિરાડો પડી રહી છે. આ રસ્તો બનાવવામાં જાણે ભ્રષ્ટાચાર થયો હોય તેમ લાગી રહ્યું છે. હજુ તો ચોમાસુ પણ આવવાનું બાકી હોય અને રસ્તો બન્યાના બે મહિનામાંજ આર.સી.સી. રોડની દશા બદલાઈ રહી છે.

ઝાલોદમાં આવેલા બસ સ્ટેશનની આગળથી મુવાડા સુધી જતો રસ્તો બે મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો. આ રસ્તાનું કામ હલકી ગુણવત્તાનું કરવામાં આવેલ હોવાની છડેચોક બુમો ઉઠવા પામી છે. રસ્તાની કામગીરીમાં વાપરવામાં આવેલ મટીરીયલ્સ હલ્કી ગુણવત્તાનું વાપરવામાં આવતાં અને આ રસ્તો આગામી દિવસોમાં અને ખાસ કરીને ચોમાસાના દિવસોમાં ખખડધજ થઈ જવાની આરે છે જાે કે આ રોડનું કામ એટલી હદે ગુણવત્તા વિહીન બન્યું છે કે રોડ બન્યાને હજુ ૨ મહિના જેટલો પણ સમય હજુ પૂર્ણ થયો નથી ત્યાં રોડ પર ઠેરઠેર તિરાડો પડવા લાગી છે. ગ્રીવેલ, કાંકરીઓ જાેવા લાગી છે. ઝાલોદથી દાહોદ જતો રસ્તો જે બસસ્ટેશન ની આગળ નો આ આર.સી.સી. રોડ બે મહિના પણ પુરા થયા નથી ત્યારે રોડની કાંકરી પણ બહાર નીકળી ગઈ છે. આ રોડ એટલી હદે હલકી ગુણવતાનો બન્યો છે કે રસ્તા પર પાણી નિકાલ માટેનું લેવલીંગ પણ જળવાયું ન હોવાની ફરિયાદ ઉઠી છે તો જેના કારણે આ ચોમાસામાં વરસાદી પાણી ભરાવવાના કારણે રોડમાંથી સીમેન્ટ અને કાંકરીઓ ઉખડવા લાગશે તેમ કહીએ તો તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય. પરિણામે લાખોના ખર્ચે બનેલા આ રોડનું અસ્તિત્વ કેટલા સમય રહેશે તે એક મોટો પ્રશ્ન છે. રસ્તાની આ કામગીરીમાં ઝાલોદ નગરપાલિકાની ભુમિકાઓ પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યાં છે. ઝાલોદ નગરપાલિકા દ્વારા આ રસ્તાના કામકાજમાં કોઈ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું નથી. રસ્તાની કામગીરી એટલી હલ્કી કક્ષાનું જાેવાઈ રહ્યું છે કે, ચોમાસામાં આ રસ્તો ખખધજ થઈ જવાની આરે છે. આ રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થવા લાગ્યાં છે ત્યારે સમગ્ર મામલે સંબંધિત તંત્ર દ્વારા આ રસ્તાની કામગીરી પર તપાસનો ધમધમાટ આરંભ કરવામાં આવે તો અનેક સઘળી હકીકતો બહાર આવે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!