
ઝાલોદ તાલુકાના સીમળીયા ગામે પેસેન્જર ભરેલો રેકડો પલટી માર્યું: એકનું મોત, અન્ય ચાર ઈજાગ્રસ્ત..
દાહોદ તા.23
ઝાલોદ તાલુકાના સીમલીયા ગામે પેસેન્જર ભરેલો રેકડો પૂર ઝડપે તેમજ ગફલત રીતે હંકારી લાવતા રેકડો પલટી ખાઈ જતા એક આધેડ વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ચારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળેલ છે
પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના સીમલીયા મોટા પાડલા ફળિયા ખાતે GJ-20-W-5082 નંબરના રેકડા ચાલક પોતાના કબ્જાના રેકડામાં મુસાફરો ભરીને આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં પોતાનું વાહન બેફિકરાઈ તેમજ પૂરઝડપે હંકારી લાવતા રેંકડા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.અને તેના પગલે રેકડામાં બેસેલા મજલી બેન નાગજીભાઈ,ગોમાભાઇ ગોમજીસિંહભાઈ ડામોર, લલ્લુભાઈ ગલજીભાઈ બારીયા,મિનેષભાઈ મેતાભાઈ કિશોરી તેમજ મુકેશ જીત્યાભાઈ કિશોરીનાઓને શરીરે ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. તેમજ 55 વર્ષીય જામલાભાઈ કડકીયા ભાઈ કિશોરીને જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
આ બનાવ સંદર્ભે ઝાલોદ તાલુકાના સીમળીયા તળ ફળીયાના રહેવાસી મિતેશભાઇ જામલાભાઈ કિશોરીએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમડી પોલીસે રેકડા ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.