ઝાલોદમાં ટ્યુશન ક્લાસીસમાં આવતી સગીરા જોડે દુષ્કર્મ આચરનાર નરાધમ શિક્ષક વિરુદ્ધ વધુ એક છેડતીની ફરિયાદ નોંધાઈ…

Editor Dahod Live
1 Min Read

દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ 

ઝાલોદમાં ટ્યુશન ક્લાસીસમાં આવતી સગીરા જોડે દુષ્કર્મ આચરનાર નરાધમ શિક્ષક વિરુદ્ધ વધુ એક છેડતીની ફરિયાદ નોંધાઈ…

દાહોદ તા.૫

થોડા દિવસો પહેલા દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં એક ટ્યુશનના સંચાલક દ્વારા ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરવા આવતી એક વિદ્યાર્થીનીનો બાથરૂમનો વિડીયો ઉતારી તેની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ત્યારે આ શિક્ષક વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધાવા પામી છે જેમાં શિક્ષકે અગાઉ વધુ એક સગીરા સાથે સારીરિક છેડછાડ કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવા પામી છે.

ઝાલોદ નગરમાં હેતા ટ્યુશન ક્લાસીસના સંચાલક નૈનેશ ડામોર દ્વારા ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરવા આવતી ઝાલોદ તાલુકામાં રહેતી એક સગીર વિધાર્થિનીનો બાથરૂમનો વિડીયો ઉતારી સગીર વિધાર્થિની ઉપર અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતું ત્યારે આ સંબંધે સગીરા દ્વારા ઝાલોદ પોલીસ મથકે નૈનેશ ડામોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દિનેશ ડામોર ની અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો ત્યારે આ સંચાલક વિરૂદ્ધ વધુ એક ફરિયાદ ઝાલોદ પોલીસ મથકે નોંધાવા પામી છે જેમાં થોડા સમય પહેલા આ સંચાલક નૈનેશ ડામોર દ્વારા ઝાલોદ તાલુકામાં રહેતી અન્ય એક સગીર વિધાર્થિની સાથે પણ સારિરિક છેડછાડ કરી સગીર વિદ્યાર્થીની છેડતી કરી હતી.

સમગ્ર મામલે પોલીસ આ સંબંધે આ ટ્યુશનના સંચાલક વિરુદ્ધ તપાસનો ધમધમાટ આરંભ કરે તો વધુ ગુનાઓ સામે આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Share This Article