દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરમાં પ્રિમોન્સૂની કામગીરીમાં ઠાગાઠૈયા કરતું ઝાલોદ નગરપાલિકા તંત્ર
ચોમાસું નજીક હોવાથી પ્રિમોન્સૂની કામગીરી ન થતાં તેનાં કારણે વરસાદી પાણી આવે તો અનેક નાળાઓ બ્લોક થવાની પણ શક્યતા
ઝાલોદ તા.10
ઝાલોદ શહેરમાં મોટાં માં મોટું રામસાગર તળાવ હોવાથી તે ચોમાસામાં વરસાદી પાણી થી તળાવ ઓવરફલો થતું હોય છે ત્યારે તે તળાવ નું પાણી નાળાં ઓમા જતું હોય છે ત્યારે તે નાળા માં સફાઈ ન કરતા તે નાળા નો કચરો તેમજ બાવળ ના ઝાડો હોવાથી તે સાફ સફાઇ ન કરતા વરસાદી પાણી ભરાઇ તો અનેક નાળા બ્લોક થવાની શક્યતા રહે છે ત્યારે અનેક શહેરોમાં પ્રિમોન્સૂની કામગીરી પુર્ણ કરવામાં આવી છે ત્યારે ઝાલોદ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂની કામગીરી માં ઠાગાઠૈયા કેમ કરવામાં આવે છે તેમજ પ્રિમોન્સૂની કામગીરી ન થાય તો વરસાદી પાણી રોડ પર આવાની પણ શક્યતા રહે છે ત્યારે ઝાલોદ નગરપાલિકા તંત્ર દ્વારા પ્રિમોન્સૂની કામગીરી માં કેમ ઠાગાઠૈયા કરવામાં આવે છે તે પણ ચર્ચાઈ રહી છે ત્યારે ઝાલોદ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂની કામગીરી ક્યારે હાથ ધરવામાં આવશે તે પણ આવનારો સમય જ બતાવશે