ગરબાડા તાલુકાના પાટીયાઝોલ નજીક ફોરવીલર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યુ.ચાલકનો આબાદ બચાવ 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડા તાલુકાના પાટીયાઝોલ નજીક ફોરવીલર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યુ.ચાલકનો આબાદ બચાવ 

ગરબાડા તા.28

 ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામે પૂર ઝડપે આવતી ફોર વીલ ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતું. જેના પગલે ફોરવિલ ગાડી પલટી મારી જતા સદ્દનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો.

 

મળતી વિગતો અનુસાર ગરબાડા તાલુકાના દાહોદ અલીરાજપુર હાઇવે ઉપર અવારનવાર વાહન ચાલકોની ગફલતને અને બેદરકારીના લીધે અકસ્માતો સર્જાતા હોય છે જેમાં આજે વધુ એક અકસ્માત ગરબાડા તાલુકાના પાટીયાઝોલ નજીક એક ફોરવીલ તુફાન ગાડી મધ્યપ્રદેશ થી દાહોદ તરફ આવી રહી હતી તે દરમિયાન ફોરવ્હીલ ચાલકે રાત્રી ના સમય દરમિયાન સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતમાં ફોરવિલ ચાલક નો આબાદ બચાવ થયો હતો.જે ફોર વ્હીલર તુફાન ગાડીને જેસીબીની મદદથી ઉભી કરવામાં આવી હતી.

Share This Article