રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના જામ્બુઆ ગામે તળાવમાં કપડાં ધોવા ગયેલી બે બાળકીઓના ડૂબી જતાં મોત.
બન્ને બાળકીઓના મોતથી પંથકમાં માતમ છવાયું: દ્વારકાનું હૈયાફાટ આક્રંદ…
ગરબાડા તા.26
ગરબાડા તાલુકાના જામ્બુઆ ગામે તળાવમાં કપડાં ધોઈ તળાવમાં ન્હાવા જતાં તળાવમાં ડૂબી જતાં બે બાળકીઓના મોત નિપજ્યા હતા. ગરબાડા તાલુકાના જામ્બુઆ ગામના તોરણ ફળિયા માં રેહતી ૧૨ વર્ષીય શિવાનીબેન રાહુલભાઇ ભાભોર અને ૧૧ વર્ષીય રાધિકા બેન ભલાભાઈ ભાભોર જામ્બુઆ ગામમાં આવેલ તળાવમાં કપડાં ધોવા માટે ગઈ હતી તે દરમિયાન બંને બાળકીઓ કપડાં ધોઈ ન્હાવા જતાં બંને બાળકીઓ એકાએક તળાવમાં ડૂબી જતાં બને બાળકીઓનું મોત નિપજ્યું હતું બનાવની જાણ સ્થાનિક લોકોને થતાં લોકો દ્વારા બાળકીઓના મૃતદેહ ને બહાર કાઢ્યો હતો અને ગરબાડા પોલીસને જાણ કરતાં ગરબાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી ગરબાડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી એક જ ફળિયાની બે બાળકીઓના કરૂણ મોત થતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
