
રાહુલ ગારી: ગરબાડા
દાહોદ SOG પોલીસે નઢેલાવ ગામેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો.
ગરબાડા તા.30
નઢેલાવ ગામના અલ્પેશભાઈ હરસિંગભાઈ ભાભોર ને જે બારાના કૂવાના ફળિયાના પાસેથી દેશી હાથ બનાવનાર તમચો ઝડપી પાડયો છે.
દાહોદ એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે રાણા ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એમ માળી અને એસઓજી શાખાના પોલીસ સ્ટાફના માણસો સાથે જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન SOG શાખાના કર્મચારી અરવિંદભાઈ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે નઢેલાવ ગામે ત્રણ રસ્તા ઉપર નઢેલાવ ગામનો અલ્પેશભાઈ પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખી ત્રણ રસ્તા ઉપર ફરી રહેલ છે. જે બાતમીના આધારે એસ.ઓ. જી પોલીસે આરોપીને ઝડપી પાડી તેની તપાસ કરતા તેના કમરના ભાગેથી પેન્ટ ના ખાંચામાં ફસાવેલ દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો પોલીસે આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. આમ દાહોદ એસ ઓ જી પોલીસને ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.