
રાહુલ ગારી :- ગરબાડા
પડતર માંગોને લઇ આવેદન:ગરબાડા તાલુકા તલાટી મંડળનુ પડતર પ્રશ્નો મામલે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર..
ગરબાડા તા.15
સમગ્ર રાજ્યના બધા જ કર્મચારીઓ જૂની પેન્શન યોજના સમાવવા રાજ્યમાં ફિક્સ પગાર ની યોજના મૂળ અસરથી દૂર કરી પૂરા પગારમાં ભરતી કરવા સહિત પડતર પ્રશ્નો સંદર્ભે અનેક રજૂઆતો કરવામાં આવી છે અને અંતે તારીખ 16 9 2022 ના પાંચ મંત્રીઓની સમિતિ સાથે બેઠક પણ કરવામાં આવી હતી જે બેઠકમાં કેટલાક પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે તેમજ તે પૈકીના અમુક પ્રશ્નોનો ઉકેલ ન આવતા તારીખ 5 2 2024 થી આંદોલન કાર્યક્રમની જાહેરાત તલાટી કમ મંત્રી મંડળ દ્વારા કરવામાં આવી છે જેના અનુસંધાને આજે ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ગરબાડા તાલુકા તલાટી કમ મંત્રીમંડળના પ્રમુખ અજય કુમાર તેમજ ઉપપ્રમુખ પારૂલબેન જાદવ અને મહામંત્રી દિલીપભાઈ બી રાઠોડની ઉપસ્થિતિમાં તાલુકાના સમગ્ર તલાટી કમ મંત્રી મંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સંબોધીને આવેદનપત્ર આપ્યું હતું.