
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા સરકારી વિનિયન કોલેજ ખાતે કુરિવાજ નિવારણ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.
ગરબાડા તા.26
સરકારી વિનયન કોલેજ ગરબાડા ખાતે તા. 26/08/2023 ના રોજ શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ અંતર્ગત કુરિવાજ નિવારણ અંગે કાર્યક્રમ યોજાયો હતો જેમાં શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટસ કોલેજના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યાપક શ્રી અનિલભાઈ ભુરીયાએ વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ તેમાં રિવાજોનું મહત્વ બતાવી રિવાજ-કુરિવાજની માહિતી આપી વર્તમાન સમાજમાં પ્રવર્તી રહેલ કુરિવાજ અને તેની અસર તથા તેના નિવારણ અંગે માનનીય વ્યાખ્યાન આપ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પંચ પ્રકલ્પના કો – ઓર્ડીનેટર ડૉ. ભરત ખેનીના માર્ગદર્શનમાં થયું હતું. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. અશ્વિન મેડાએ કર્યું હતું જ્યારે આભારવિધિ ડૉ. નીતિન કોરાટ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા..