ગરબાડા: કોરોના કાળમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આરોગ્ય વિભાગના કર્મચારીઓનું પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા: કોરોના કાળમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આરોગ્ય વિભાગના કર્મચારીઓનું પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

ગરબાડા તા.16

 ગરબાડા પંથકમાં કોરોના કાળમાં પોતાના જીવની પરવા કર્યા વગર નિસ્વાર્થ ભાવે નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરનાર આરોગ્ય કર્મીઓને આજરોજ પ્રમાણ પત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના બ્લોક ઓફિસ નવા ફળિયા ખાતે કોરોના કાળમાં પોતાના જીવની ચિંતા કર્યા વગર નિષ્ઠાપૂર્વક પોતાના જીવની ચિંતા કર્યા વગર ફરજ બજાવી છે.એવા આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને આશા બહેનો ને ગરબાડા તાલુકા પંચાયત પ્રતિનિધિ અર્જુનભાઈ ગણાવા તથા જિલ્લા સભ્ય અને ગરબાડા તાલુકા હેલ્થ ઓફિસર એ.આર.ડાભીની અધ્યક્ષતામાં કોરોના વોરિયર ને શાલ ઓઢાવી પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને આશા વર્કરો ઉપસ્થિત રહ્યા હતા

Share This Article