Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા તાલુકાના વડવા ગામનો હત્યાનો મામલો,ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમ વિધિ કરાઇ..

August 4, 2023
        496
ગરબાડા તાલુકાના વડવા ગામનો હત્યાનો મામલો,ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમ વિધિ કરાઇ..

 રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાના વડવા ગામનો હત્યાનો મામલો,ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમ વિધિ કરાઇ..

ગરબાડા તાલુકાના વડવા ગામના ૪ ઇસમો દ્વારા એક ઈસમને માર મારતા સારવાર દરમિયાન મોત: હત્યામાં સામેલ 13 ઈસમો ફરાર,

ગરબાડા તા.૦૩

ગરબાડા તાલુકાના વડવા ગામનો હત્યાનો મામલો,ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમ વિધિ કરાઇ..

ગરબાડા તાલુકાના વડવા ગામના તળાવ ફળિયામાં ગત તારીખ 22 જુલાઈના રોજ ફળિયામાં રહેતા માવી પરિવારના 13 જેટલા ઇસમો દ્વારા ફળિયામાં રહેતા કટારા પરિવારના કાંતિભાઈ કટારાને ઘરે આવી કહેવા લાગેલ કે શંકરભાઈ ક્યાં છે.?તમે લોકોએ ક્યાં સંતાડી રાખ્યો છે .?તે માટે કટારા સમાજના ચાર જેટલા દ્વારા કાંતિભાઈ અમરૂભાઈ કટારાને લાકડી વડે તેમજ ગડદા પાટુનો માર મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી ઘરમાં તોડફોડ કરી નાસી ગયા હતા.જ્યારે ગંભીર રીતે ઇજાગ્રત કાંતિભાઈ ને

 

 

 

ગરબાડા તાલુકાના વડવા ગામનો હત્યાનો મામલો,ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમ વિધિ કરાઇ..જેસાવાડા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંં તેમની હાલત નાજુક જણાતા કાંતિભાઈને વધુ સારવાર માટે દાહોદના જુદા-જુદા ત્રણ જેટલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમની હાલતમાં કઈ સુધારો નહીં આવતા તારીખ 3 ના રોજ તેમનું મોત નીપજ્યું હતું. કાંતિભાઈ નું મોત નીપજતા પરિવારમાં ગમગમી છવાઈ ગઈ હતી તેમના મૃતદેહને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.ઝઘડામાં કાંતિભાઈનું મોતની જાણ દાહોદ એ.એસ.પી એલ.સી.બી તેમજ જેસાવાડા પોલીસને થતા તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.જોકે ઝાયડસ હોસ્પિટલ ખાતે પરિવારના લોકો દ્વારા ન્યાય ની ગુહાર લગાવી અને પરિવારને ન્યાય મળે તે માટે હોબાળો પણ મચ્યો હતો. જેમાં આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી જ્યાં પોલીસનો કાફલો પણ તેના જ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!