ગરબાડામાં ચાર દિવસ બાદ યુરિયા ખાતરનો જથ્થો આવતા ખાતર મેળવવા ખેડૂતોની લાંબી લાઈનો લાગી.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડામાં ચાર દિવસ બાદ યુરિયા ખાતરનો જથ્થો આવતા ખાતર મેળવવા ખેડૂતોની લાંબી લાઈનો લાગી.

 એપીએમસી કમ્પાઉન્ડમાં ખાતર ડેપોમાં વહેલી સવારથી ખાતર મેળવવા માટે મહિલાઓ સહિત પુરુષોની પડાપડી..

ગરબાડા તા.03

સમગ્ર ગુજરાતમાં હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ધરતીપુત્રે મોંઘા ભાવના બિયારણ લાવી વાવેતર પણ કરી દીધું છે ત્યારે હાલ નિંદામણની પ્રક્રિયા ચાલુ હોય અને ખેડૂતો ખાતરની જરૂરિયાત પડતા ખેડૂતો ખાતર માટે રઝળપાઠ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે ગરબાડામાં આવેલા એપીએમસી કમ્પાઉન્ડમાં આવેલા ખાતર ડેપો પર વહેલી સવારથી જ લોકો ખાતર માટે લાઈનમાં બેઠેલા જોવા મળ્યા હતા મહિલાઓ પણ વહેલી પરોઢતે જ ખાતર માટે લાઈનમાં બેસી રહી હતી ખાતરની અછતના કારણે ડેપો પર ખાતર ખૂટી જતા ત્રણ ચાર દિવસથી ખેડૂતો ખાતર ડેપો પર તપાસ કરવા આવતા હતા મંગળવારે ડેપો પર ખાતર આવતા બુધવારે વહેલી સવારે ખેડૂતો કતાર બંધ લાઈનમાં ગોઠવાઈ ગયા હતા હાલમાં મકાઈ તેમજ ડાંગર માટે ખેડૂતોને ખાતરની જરૂર પડતી હોય છે.

Share This Article