રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના દેવધા નજીક હાઇવે પર બે મોટર સાઇકલ સામસામે અથડાઇ:એક મહિલા સહીત બે ઈસમો ઈજાગ્રસ્ત…
ગરબાડા તા.15
ગરબાડા તાલુકાના દેવધા શેરી નજીક બે મોટર સાયકલ વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં એક મહિલા સહિત બે ઇસમોને ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું પ્રાથમિક તબ્બકે માહિતી પ્રાપ્ત થઈ છે.
દાહોદ જિલ્લાના ગરબાડા પંથકમાં વાહન ચાલકોની ગફલત અને પુરઝડપના કારણે માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. જેમાં છેલ્લા કેટલાય સમયથી વાહન ચાલકોની ગફલત અને પુરઝડપના કારણે માર્ગ અકસ્માતના બનવોમાં વધારો જોવા મળી રહયો છે. જેના લીધે કેટલાય લોકો કાળનો કાળ નો કોળ્યો બન્યા છે. ત્યારે ગરબાડા તાલુકાના દેવધા શેરી નજીક દાહોદ અલીરાજપુર હાઇવે પર પુરઝડપે આવતી બે બાઇકો વચ્ચે સર્જાયેલા બાઈક અકસ્માતમાં બન્ને મોટર સાઇકલ ચાલકો ને માથાને ભાગે ઇજાઓ પહોંચતા સ્થાનિકોએ 108 મારફતે દાહોદના ઝાયડસહોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યા તેઓ સારવાર હેઠળ છે.ઉપરોકત બનાવ સંદર્ભે ગરબાડા પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
