ગરબાડામાં શીતળા માતા બળીયાદેવ મંદિર ના પાટોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડામાં શીતળા માતા બળીયાદેવ મંદિર ના પાટોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી..

બળીયાદેવ અને શીતળા માતાની નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી

ગરબાડા તા.21

પ્રાપ્ત માહિતી અનુસાર અષાઢી બીજ ના રોજ ગરબાડા ના શીતળા માતા અને બળીયાદેવ મંદિર ના પાટોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી સવારે નગરમાં બળિયાદેવ અને શીતળા માતાની વાજતે ગાજતે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી જે શોભાયાત્રા નગરમાં ફર્યા બાદ પરત મંદિરે આવી હતી ત્યારબાદ આરતી તેમજ ભોજન પ્રસાદીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.જે પાટોત્સવના ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.શોભાયાત્રામાં કોઈ અણ બનાવ ન બને તે માટે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો

Share This Article