રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામે કુવામાં પડતાં તેર વર્ષના બાળકનું મોત: પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણમાં ગમગીની છવાઈ…
ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદ લેવાઈ:ત્રણ કલાક કુવામાં શોધ ખોળ કર્યા બાદ બાળકનો મૃતદેહ મળ્યો
પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી…
ગરબાડા તા.08

મળતી વિગતો અનુસાર ગરબાડા તાલુકાના પાટીયાઝોલ નાં ખેડા ફળિયા ખાતે પોતાના કુવા વાળા ખેતરે કેળાબેન ખીમચંદભાઈ મેડા તથા તેમની બે દીકરીઓ અને તેમનો નાનો છોકરો ગોવાળાની વાડીમાં શાકભાજીની રખેવાળી તેમજ ગવારસિગ તોડવા માટે ગયા હતા તે દરમિયાન કેળા બેન નો નાનો ૧૩ વર્ષીય છોકરો સુનિલ કુવાની બાજુમાંથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન તેનો પગ લપસ સાથે કૂવામાં પડ્યો હતો સુનિલ કુવામાં પડતા માતા બૂમાબૂમ કરી ઉઠી હતી જેથી આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને સુનિલને કુવામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કૂવામાંથી સુનીલ ન મળતા સ્થાનિક લોકો દ્વારા પોલીસને અને ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી જેમાં આશરે ત્રણ કલાકની શોધખોળ બાદ સુનીલનો મૃત દેહ કુવા માટે મળી આવ્યો હતો જેમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
