Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા તાલુકાના ગામેથી નાઈટ પેટ્રોલીંગ દરમિયાન પોલીસને મળી આવેલી મુકબધીર અસ્થિર મગજની યુવતીને પરિવાર સાથે મિલન કરાવ્યું.

April 5, 2023
        6383
ગરબાડા તાલુકાના ગામેથી નાઈટ પેટ્રોલીંગ દરમિયાન પોલીસને મળી આવેલી મુકબધીર અસ્થિર મગજની યુવતીને પરિવાર સાથે મિલન કરાવ્યું.

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાના ગામેથી નાઈટ પેટ્રોલીંગ દરમિયાન પોલીસને મળી આવેલી મુકબધીર અસ્થિર મગજની યુવતીને પરિવાર સાથે મિલન કરાવ્યું.

અસ્થિર મગજની અમદાવાદની યુવતીને જેસાવાડા પોલીસે તેના પરિવાર સાથે મિલન કરાવ્યું

ગરબાડા તા.05

જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એન.એમ રામી તેમજ પોલીસ સ્ટાફના માણસો બલવીર સિંહ વીણાબેન રમિઝખાન અને દલપતસિંહ જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાત્રિના બે વાગ્યાના સુમારે અભલોડ ગામે રોડ ઉપર એક છોકરી મળી આવી હતી જે જે મુખ બધી હોય તેમ જ માનસિક અશ્વસ્થ હોવાનું જાણવા મળતા તેને લેડીઝ પોલીસ સ્ટાફ સાથે રાખી જેસાવાડા પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા કઈ જણાવ્યું ન હતું પરંતુ તેના પિતાનો મોબાઈલ નંબર યાદ હોવાનો જણાવતા એક કાગળમાં પોતાના પિતાનો નંબર લખી આપતા પોલીસ દ્વારા તેનો સંપર્ક કરતા તેના પિતાએ જણાવ્યું હતું કે તેઓની છોકરી છે અને ગઈકાલે અમદાવાદ ખાતેથી ગુમ થયેલ છે જે બાબતે મુખ બધીર યુવતીના પરિવારના લોકોને જેસાવાડા પોલીસ મથકે બોલાવી જરૂરી કાર્યવાહી કરી અને તેમના પરિવાર તે મુક બધિર યુવતી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું જેમાં છોકરીના પરિવારના દ્વારા તેને મુકબધીર યુવતી ને ઇશારામાં પૂછતા પૂછ પરછ કરતા મુખ બધિર યુવતીએ જણાવ્યુંહતું કે તે બસમાં બેસી અને સૂઈ ગઈ હતી અને તે અમદાવાદથી અહીંયા કેવી રીતે પહોંચી તે તેને યાદ નથી આમ જેસાવાડા પોલીસે અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલ મુકબધીર અસ્થિર મગજની પ્રિયાબેન ને તેના સગા સંબંધીઓને ખાતરી કરી તેના ભાઈ તથા કાકા ને સોંપી પરિવાર સાથે ભેટો કરાવી અને પ્રશંસનીય કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!