ગરબાડામાં  હોળીના તહેવાર પૂર્વે ગલાલીયા હાટનો મેળો મરાયો 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડામાં  હોળીના તહેવાર પૂર્વે ગલાલીયા હાટનો મેળો મરાયો 

ગરબાડા તા.13

 ગરબાડા નગરમાં ગલીયા હાટ નિમિત્તે મેળો ભરાયો હતો. જેમાં ગરબાડા નગરમાં હોળીના તહેવાર પૂર્વે છેલ્લા હાટને ગલાલિયુ હાટ કહેવામાં આવે છે. અને આ મેળામાં આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.આદિવાસી લોકો મજૂરી કરવા અર્થે બહાર ગામ વસતા હોય છે.જેથી તેઓ વતન પહોંચી હોળીના તહેવાર પૂર્વે હોળી માટેની ખરીદી કરવા હોળીના અઠવાડિયા પહેલા હાટ બજારમાં ખરીદી માટે આવતા હોય છે તેથી આ હાટ બજારને ગલાલિયો હાટ કહેવાય છે.તેમજ બાળકો તેમજ યુવાનો મેળાની મજા માણવા આવતા હોય છે. આ હાટ બજારમાં વાસથી બનાવેલા ટોપલા ,સાવરણા, અનાજ મુકવા માટે વાંસથી વણેલી કોઠી જેને આદિવાસી બોલીમાં પોહરો કહેવામાં આવે છે.એના જેવી અનેક નાની મોટી ચીજવસ્તુઓ આદિવાસી સમાજના લોકો વેચાણ માટે લાવતા હોય છે. તેમજ લોકો તેની ખરીદી પણ કરતા હોય છે .

ગરબાડા તાલુકામા હોળીના અઠવાડિયા પહેલા ભરાતા હાટ બજારને ગલાલીયું હાટ તરીકે ઓળખવામાં આવે છે.

Share This Article