
રાહુલ ગારી :- ગરબાડા
ધાનપુર પોલીસે પાવ ગામે રહેણાંક મકાનમાંથી ૨૬,૪૦૦ નો વિદેશીદારૂ ઝડપી પાડયો
પોલીસ પેટ્રોલીંગ દરમિયાન રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ઝડપાયો
ગરબાડા તા :- ૨૨
પ્રાપ્ત માહિતી અનુસાર ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઇ સી બી બરંડા તેમજ પોલીસ સ્ટાફના માણસો સાથે ધાનપુર પોલીસ વિસ્તારમાં પ્રોહી બુટલેગરોને પકડી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઇ.સી બરંડા ને પાવ ગામ ખાતે રેણાક મકાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે પોલીસે પરમાર ફળિયામાં રેડ કરી સુરેશભાઈ મગનભાઈ પરમાર ના ઘરમાંથી વિદેશી દારૂની ટીમ બિયર બોટલ નંગ 264 કિંમત રૂપિયા 26,400 નો મુદ્દા માલ પકડી પાડી સુરેશભાઈ મગનભાઈ પરમાર વિરૂદ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી