ગરબાડા હાટ બજારમાં ટીબી મુક્ત ભારત અંતર્ગત ભવાઇનો કાર્યક્રમ યોજાયો.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા હાટ બજારમાં ટીબી મુક્ત ભારત અંતર્ગત ભવાઇનો કાર્યક્રમ યોજાયો.

ભવાઈનો કાર્યક્રમ દાહોદ જિલ્લા ક્ષય અધિકારીના આર. ડી પહાડીયાના માર્ગદર્શનમાં કરવામાં આવ્યો

ગરબાડા તા.19

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર આજે 19 માર્ચના રોજ ગરબાડા હાટ બજારમાં રંગલો રંગલી દ્વારા પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત 2025 અભિયાન અંતર્ગત ભવાઈના કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું જે ભવાઈ નો કાર્યક્રમ દાહોદ જિલ્લા ક્ષય અધિકારીના આર. ડી પહાડીયાના માર્ગદર્શનમાં કરવામાં આવ્યો હતો આ ભવાઇ ના કાર્યક્રમમાં તાલુકા ટી.બી સુપરવાઇઝર ભાવેશ નિનામા MPHW તેજસભાઈ તથા આરોગ્ય વિભાગ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો તેમ જ ટીવી મુક્ત ભારત અંતર્ગત પત્રિકા વિતરણ અને ભવાઇના માધ્યમથી ટીબીના રોગો વિશે પ્રચાર પ્રસાર કરીને લોકોને જાગૃત કર્યા હતા.

Share This Article