
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પોલીસ મથકે ડી.જે સંચાલકો સાથે ગરબાડા પી.એસ.આઇ ની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઈ
ગરબાડા તાલુકા ના ડી.જે સંચાલકો સાથે મીટીંગ યોજતા ગરબાડા પી.એસ.આઇ જે.એલ પટેલ
ગરબાડા તા.19
આજે તારીખ 19 માર્ચના રોજ ગરબાડા તાલુકાના ગરબાડા પોલીસ મથકે ડી.જે સંચાલકો સાથે ગરબાડા પી.એસ.આઇ જે.એલ પટેલ ની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઈ બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને આ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ઉપસ્થિત તમામ ડીજે સંચાલકોને ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ એ સ્પષ્ટ સુચના આપીને જણાવ્યું હતું કે રાત્રિના દસ વાગ્યા પછી કોઈપણ ડી.જે માલિકા ડી.જે વગાડવું નહીં તેમજ દાહોદ જિલ્લા કલેકટરે પરીક્ષાને અનુલક્ષીને ડી.જે વગાડવા બાબતે કરેલા વિવિધ પ્રતિબંધો તેમજ બંધાત્મક આદેશો ની માહિતી આપીને આદેશોનું પાલન કરવા માટે જણાવ્યું હતું અને જે પણ ડીજે સંચાલક આદેશનું પાલન કરશે નહીં અને રાત્રિના દસ વાગ્યા પછી ડી.જે વાગતું પકડાશે તેના વિરૃદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું