ગરબાડા તાલુકાની મોડેલ સ્કૂલ ખાતે આવતીકાલે યોજાવા જઈ રહેલી બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને સ્થળ સંચાલક તેમજ સુપરવાઇઝર ની બેઠક યોજાઈ

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા 

 

ગરબાડા તાલુકાની મોડેલ સ્કૂલ ખાતે આવતીકાલે યોજાવા જઈ રહેલી બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને સ્થળ સંચાલક તેમજ સુપરવાઇઝર ની બેઠક યોજાઈ

ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે.એલ પટેલ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા

 

 

મળતી વિગતો અનુસાર ગરબાડા તાલુકાની મોડલ સ્કૂલ ખાતે આવતીકાલે યોજવા જઈ રહેલી માર્ચ 2023 એસ.એસ.સી તેમજ એચ.એસ.સી બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને શાળાના સ્થળ સંચાલક તેમજ સુપરવાઇઝર ની મીટીંગ ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલની અધ્યક્ષતામાં યોજાઇ હતી જેમાં પીએસઆઇ જે.એલ પટેલ દ્વારા તમામને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તમામ સુપરવાઇઝર અને સ્થળ સંચાલકોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી આ બેઠકમાં સ્થળ સંચાલક સુપરવાઇઝર સહિત સંલગ્ન ના વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Share This Article