Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા તાલુકાના ગાંગરડી માં પારંપરિક ચુલનો મેળો ભરાયો

March 7, 2023
        302
ગરબાડા તાલુકાના ગાંગરડી માં પારંપરિક ચુલનો મેળો ભરાયો

રાહુલ ગારી, ગરબાડા 

 

ગરબાડા તાલુકાના ગાંગરડી માં પારંપરિક ચુલનો મેળો ભરાયો

 

ગામના પટેલ પરંપરા મુજબ ઉઘાડા પગે ગરમચૂલ ચાલ્યા

ગરબાડા તાલુકાના ગાંગરડી માં પારંપરિક ચુલનો મેળો ભરાયો

ગાંગરડીમાં માનતા પૂર્ણ થતા લોકો આસ્થાપૂર્વક ધગધગતા ચુલ પર ચાલ્યા.

 

દાહોદ જિલ્લામાં વસતા આદિવાસીઓમા હોળીના તહેવારને લઈને અનેરો ઉત્સાહ જોવા મળે છે. હોળીના તહેવારની શરૂઆત આમળી અગીયારસના મેળાથી થઈ જાય છે. હોળીના પર્વને લઈને દાહોદ જિલ્લામાં વિવિધ સ્થળે અલગ અલગ મેળાઓ પણ ભરાતા હોય છે. દાહોદ જિલ્લામાં ભરાતા મેળાઓમાં ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે પરંપરાગત ચુલનો મેળો ભરાય છે.

ગરબાડા તાલુકાના ગાંગરડી માં પારંપરિક ચુલનો મેળો ભરાયો

હોળીના બીજા દિવસે એટલે કે ધુળેટીના દિવસે ગરબાડા તાલુકાનાં ગાંગરડી ગામે પરંપરાગત ચુલનો મેળો ભરાયો હતો, જેમાં દૂરદૂરના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આ ચુલના મેળાની મોજ માણવા ઉમટી પડયા હતા. આ ચુલના મેળામાં હૈયે હૈયું દળાય તેટલુ માનવ મહેરામણ મેળાની રંગત માણવા ઊમટી પડ્યું હતું. લોકોએ પોતપોતાના સમૂહમાં આ ચુલના મેળામાં ખાણી પીણી, હરવા ફરવા તેમજ જુદાજુદા પ્રકારના હીચકે ઝૂલવાની ઉત્સાહભેર મોજ માણી મેળાનો આનંદ ઉઠાવ્યો હતો.

 ચુલનો મેળો એ માત્ર મનોરંજન, હરવાફરવા અને ખાણીપીણી પૂરતો મર્યાદિત નથી, પરંતુ ચુલના મેળા સાથે ધાર્મિક આસ્થા પણ સંકળાયેલી છે. શ્રદ્ધાળુઓ ઠંડી-ગરમ ચુલ ચાલવાની માનતા (બાધા) રાખતા છે જે માનતા (બાધા) શ્રદ્ધાળુઓ ચુલના મેળામાં ઠંડી-ગરમ ચુલ ચાલી તેમની માનતા (બાધા) પૂરી કરે છે.

ચુલ મેળામાં ગરમ ચુલ ચાલવાની શરૂઆત ધાર્મિક વિધિ કરી પ્રથમ હરીજન(પૂજારો) તથા ગાંગરડી ગામના પટેલ રજવાડી પોષકમાં માથે સાફો તેમજ હાથમાં ખુલ્લી તલવાર રાખી ઉઘાડા પગે ધખધખતા અંગારા ઉપર ચાલે છે. ત્યારબાદ જ બીજા શ્રદ્ધાળુઓ ઉઘાડા પગે ગરમ ચુલ ચાલે છે.

આ ચુલના મેળાની વિશેષતા એ છે કે, શ્રદ્ધાળુઓ પોતે ઠંડી-ગરમ ચુલ ચાલવાની માનતા (બાધા) રાખતા હોય છે, તે માનતા (બાધા) પૂરી કરવા ચુલના મેળામાં શ્રદ્ધાળુઓ પોતે ધગધગતા અંગારા ઉપર ખુલ્લા પગે ચાલી પોતાની ધાર્મિક માનતા (બાધા) પૂરી કરે છે. અમુક શ્રદ્ધાળુઓ ઠંડી ચુલ ચાલવાની પણ માનતા રાખતા હોય છે, પોતે ઠંડી ચુલ ચાલી પોતાની માનતા (બાધા) પૂરી કરે છે. પોલીસ વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે ચુલના મેળામાં પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!