
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોટ પ્રોવાઇડર મીટીંગ યોજાઈ..
ગરબાડા તા.04
પ્રધાન મંત્રી ટીબી મુક્ત ભારત 2025 અભિયાન અંતર્ગત આજ તારીખ 04-03-2023 ના રોજ ગરબાડા તાલુકાના પ્રા આ કેન્દ્ર પાંચવાડા ખાતે ડૉ.રાગિની ધીંગા અને તાલુકા ટીબી સુપર વાઈઝર ભાવેશ નિનામા તથા પ્રા આ કેન્દ્ર સુપર વાઇઝર મહેશ નિનામા ના માર્ગ દર્શન હેઠળ ડોટ પ્રોવાઈડર મિટિંગ કરવામાં આવેલ જેમાં ઉપસ્થિત આશા બેહનો ને મેડિકલ ઓફિસર દ્વારા દર્દી ઓને દવા નિયમિત લેવાની સમય સર ગળફાની તપાસ કરાવવી તથા દવા ની આડ અસર વિશે સમજવામાં આવ્યું હતું અને સારવાર દરમ્યાન શું શું ખોરાક લેવો તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને ગુજરાત સરકાર ની વૈદિકિય સહાય વિશે માહિતી આપવામાં આવી હતી અને અન્ય જરૂર તપાસ વિશે માહિતી આપવામાં આવેલ હતી અને સાથે સાથે IP CP FOLLOUP,TPT, ACCOUNT વિશે ની માહિતી આપવામાં આવી હતી જેમાં phc નો તામામ સ્ટાફ હાજર રહ્યો હતો.