
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા પોલીસ મથકના ધાડના ગુન્હામાં છેલ્લા દસ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ SOG પોલીસ …
પોલીસને હાથ તાળી આપતો ધાડના ગુનામાં સંડોવાયેલો દસ વર્ષથી નાસતો ફરતો આરોપી દાહોદ SOG ના હાથે ઝડપાયો
દાહોદ SOG શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ ગામેતી તેમજ SOG શાખાના ટીમના કર્મચારીઓ દાહોદ જિલ્લામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ હતા તે દરમિયાન SOG ટિમને મળેલી બાતમીના આધારે ગરબાડા પોલીસ મથકના ધાડના ગુનામાં અને છેલ્લા દસ વર્ષથી પોલીસ ને હાથ તાળી આપતો નાસતો ફરતો વોન્ટેડ આરોપી રાજુભાઈ મગનભાઈ ડામોર તેના ઘરે નવાનગર ખાતે હોવાની બાતમીના આધારે SOG પોલીસે કોમ્બિંગ ઓપરેશન પાર પાડી તેના ઘરેથી આરોપીને પકડી વધુ કાર્યવાહી માટે ગરબાડા પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો