
રાહુલ ગારી, ગરબાડા
ગાંગરડી જે કે એમ તન્ના હાઇસ્કુલ ખાતે ડોક્ટર આર.કે મહેતા તેમજ PSI જે.એલ.પટેલ ની અધ્યક્ષતામાં સુરક્ષા સેતુ અંતર્ગત સેમિનાર યોજાય
સુરક્ષા સેતુ કાર્યક્રમમાં પી.એસ.આઇ જે.એલ પટેલ સહિત સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર આર.કે મહેતા ઉપસ્થિત રહ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાની ગાંગરડી જે.કે એમ તન્ના હાઈસ્કૂલ તથા S.K પરમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનીઓને ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે.એલ પટેલ તેમજ નવાફળીયા સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર આર.કે મહેતા દ્વારા બાળકોને સુરક્ષા સેતુ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના બાળકો ને જે.એલ પટેલ દ્વારા પોતાની સુરક્ષા કઈ રીતે કરવી તેમ જ ભવિષ્યમાં ભણી ગણીને સારા અધિકારીઓ બને ડોક્ટર બને કલેકટર બને અને દાહોદ જિલ્લો સાક્ષરતા નું પ્રમાણ વધે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટર આર.કે મહેતા દ્વારા શાળાના બાળકોને આરોગ્ય વિશે બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો સહિત સલગ્ન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા