
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા ભાભરા રોડ ખાતે ધારાસભ્યના નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન કરતાં સાંસદ જશવંતસિંહ ભાભોર
સાંસદ જશવંતસિંહ ભાભોરે રીબીન કાપી તથા જિલ્લા સભ્યો દ્વારા નારિયેળ વધેરી ને શુભ મુહૂર્ત કરવામાં આવ્યું
ગરબાડા તા.25
ગરબાડા 133 વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના નવીન કાર્યાલયનું દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર ના હસ્તે રીબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ગરબાડા તાલુકાની પ્રજાને પડતી મુશ્કેલીનો સામનો કરવા માટે તેમજ ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર દ્વારા ગરબાડા મત વિસ્તારના ભાઈઓ બહેનોને એક જ જગ્યાએથી બધાને રૂબરૂ મળી શકાય તેમજ 24 કલાક વિધાનસભા વિસ્તારના પ્રશ્નનો હલ કાઢવા માટે
ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર ના નવીન કાર્યાલય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગરબાડા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ તાલુકા સભ્ય જિલ્લા સભ્યો સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા