
રાહુલ ગારી, ગરબાડા
કોંગ્રેસ કાર્યાલય ગરબાડા ખાતેથી પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી
૨૪ ફેબ્રુઆરી
ગરબાડા તાલુકાના 133 વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી હતી જેમાં તેમને જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા મથકના આદિવાસીઓ જે બોર્ડર વિલેજના પરિવારો મજૂરી કામ માટે બીજા જિલ્લામાં જતા અટકાવા તેમજ આદિવાસી સમાજના હિતને ધ્યાનમાં લઈને આદિવાસી સમાજના યુવાનો ને રોજગારી તેમજ રોજેરોટી મળી રહે તે માટે નવીન જી.આઇ
ડી.સી મંજૂર કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી જેમાં તેઓએ જણાવેલા પત્રમાં ગરબાડા તાલુકા માં બોર્ડર અને પછાત આદિવાસી પરિવારો પોતાના પરિવારોનું ભરણપોષણ માટે તથા મજૂરી કામ કરવા અમદાવાદ સુરત મોરબી કાઠીયાવાડ જવા માટે મજબૂર બનવું પડે છે આવા પરિવારોને રોજીરોટી ગરબાડા તાલુકામાં મળી રહે અને માઇગ્રેશન અટકાવી શકાય અને શિયાળો ચોમાસુ તેમજ ઉનાળામાં પોતાના પેટિયું રળવા માટે મજૂરી કરવા માટે બહારગામ વીવસ જવું પડે છે જેના લીધે રોગચાળો તેમજ ગંભીર બીમારીઓનો ભોગ બને છે તે માટે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરી હતી