Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા તાલુકાના સીમલીયા બુઝુર્ગ ગામેથી ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા 48 વર્ષીય યુવકને પોલીસે દેવગઢ બારીયાના ચેનપુર ખાતેથી શોધી કાઢ્યો.

February 18, 2023
        3141
ગરબાડા તાલુકાના સીમલીયા બુઝુર્ગ ગામેથી ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા 48 વર્ષીય યુવકને પોલીસે દેવગઢ બારીયાના ચેનપુર ખાતેથી શોધી કાઢ્યો.

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાના સીમલીયા બુઝુર્ગ ગામેથી ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા 48 વર્ષીય યુવકને પોલીસે દેવગઢ બારીયાના ચેનપુર ખાતેથી શોધી કાઢ્યો.

ટેકનિકલ સોર્સના આધારે બારીયા ખાતેથી યુવકને શોધી કાઢવામાં આવ્યો

સીમળીયા બુઝર્ગ ગામતળ નો 48 વર્ષીય યુવક ખેતર જવા નું કહી ગુમ થતા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

ગરબાડા તા.18

સીમળીયા બુઝર્ગ ગામતળ ફળિયાનો 48 વર્ષીય યુવક મિતેશભાઈ રામચંદ્ર રાઠોડ તારીખ 15 ફેબ્રુઆરીના રોજ સાંજના 7:00 વાગ્યાના અરસામાં તેઓ પોતાના ખેતરે ઘઉં જોવા જાવ છું તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા પરંતુ તેઓ મોડી રાત સુધી ઘરે નહીં ફરતા ફરતા ઘરના લોકો તેમજ ગામ લોકો દ્વારા આજુબાજુના વિસ્તારમાં તેમજ સગા સંબંધીઓમાં મિતેશભાઈ શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી.  મિતેશભાઇ નો કોઈ પત્તો મળ્યો ન હતો. મિતેશભાઇ ન મળતા ગામ લોકો અને પરિવારના સભ્ય દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. ગ્રામજનો અને પોલીસ દ્વારા તપાસ કરતા મિતેશભાઈ ની બાઈક અને ચપ્પલ ગરબાડાના સામુહિક  આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યા હતા તે દિશામાં  પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારની પણ તપાસ કરી હતી. અને મિતેષ ભાઈ ની ભાળ મેળવવા માટે પોલીસે ડોગ સ્કોડ ની પણ મદદ લેવાઈ જેમાં ગરબાડા પોલીસે ટેકનીકલ સોર્સના આધારે છેલ્લા ત્રણ દિવસથી ગુમ થયેલા સીમલીયા બુઝર્ગ ગામતળ ના 48 વર્ષય યુવકને દેવગઢ બારીયા ચેનપુર ગામેથી શોધી કાઢવામાં આવ્યો હતો. અને ગરબાડા પોલીસ યુવકનું પંચનામુ કરીને તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. પોલીસે યુવક બારીયા કઈ રીતે પહોંચ્યો તેની વધુ તપાસ હાથ ધરી હતી હાલ પરિવાર દ્વારા યુવકને તેના પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!