ગરબાડા નેલસૂર ઘાટી પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

Editor Dahod Live
1 Min Read

ગરબાડા નેલસૂર ઘાટી પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

ગરબાડા તા.12

 ગરબાડા તાલુકાની નેલસૂર ઘાટી પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગામના અગ્રણી રાકેશભાઈ પરમાર ચીમનભાઈ પરમાર તેમજ રમીલાબેન પરમાર ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ શાળાના ભૂતપૂર્વ આચાર્ય સેવા ગુરુજી હાજર રહ્યા હતા તેમજ વર્તમાન શાળાના આચાર્ય જીગ્નેશ ભાઈ શાળાના શિક્ષકો તેમજ એસએમસી સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા શાળાના સ્થાપના દિવસ કાર્યક્રમમાં શાળામાં પ્રથમ નંબર ના વિદ્યાર્થીઓને દરેક ધોરણના તેમજ શાળામાં શ્રેષ્ઠ કામગીરી બદલ વિદ્યાર્થીઓને ચીમનભાઈ પરમાર તરફથી ટ્રોફી આપી તેઓને સન્માન કરવામાં આવ્યું હતું

Share This Article