
રાહુલ ગારી :- ગરબાડા
ગુજરાત સરકારની યોજનાઓના ઉપયોગ થકી વિકાસની નવી રાહ ચિંધતો ગાંગરડી ગામ..
આગામી સમયમાં ગાંગરડી નદી પર બ્યુટીફિકેશન , વોકવે અને ગામમાં લાઇબ્રેરી બનાવવાની તૈયારી.
ગરબાડા તા.10
ગરબાડા તાલુકા મથકનું ગાંગરડી ગામમાં આજે પાયાની ભૌતિક સુવિધાઓ જોવા મળી રહી છે. 3600 ની વસ્તી ધરાવતા ગામમાં સરકારની અનેક યોજનાઓથી ગામમાં ચો તરફ વિકાસ થયો છે. ગામમાં આધુનિક સ્મશાન પણ બનાવવામાં આવ્યું છે નલ સેજલ યોજના હેઠળ ગામમાં પીવાનું પાણી દરેક વિસ્તારને આપવામાં આવી રહ્યું છે. રોડ રસ્તા ,ગટર ,સ્ટ્રીટ લાઇટની બધી જ સુવિધાઓ થી ગાંગરડી ગામ સજ. ગ્રામ પંચાયત અને ગામજનો દ્વારા લોક ફાળો ભરીને પણ સરકારની અનેક યોજનાઓનો લાભ લઈ ગામમાં વિકાસ કરવામાં આવ્યો છે.જે એક આદર્શ ગામ બનવું જોઇએ બધજી સુવિધાઓ ગ્રામજનોને ગ્રામ પંચાયત દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આ કવિ સમયમાં ગામના યુવાનો માટે લાઇબ્રેરી અને જીમ બનાવવાની પણ ગ્રામ પંચાયત તૈયારીઓ કરી રહી છે. ગાંગરડી ગામમાં પસાર થતી નદીનું બ્યુટીફિકેશન આને વોકવે પણ આગામી સમયમાં બનાવામાં આવશે.