
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના વડવા ગામ ખાતે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું
ગ્રામ સભામાં ગરબાડા મામલતદાર આરોગ્ય અધિકારી સહિત ચિકિત્સક અધિકારી ઉપસ્થિત રહ્યા
ગરબાડા તા.10
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના વડવા ગામ ખાતે ગરબાડા મામલતદાર કે.પી સવાઈ ની ઉપસ્થિતિમાં રાત્રીસભા યોજાઈ હતી જેમાં ગામ લોકોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી ગામ લોકોને આપવામાં આવી હતી અને સરકારશ્રીની યોજનાઓ ગામ લોકો સુધી કઈ રીતે પહોંચાડવી અને કઈ રીતે તેનો લાભ મેળવવો તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી આ ગ્રામ સભામાં સર્કલ ઓફીસર યોગેશ સંગાડ તાલુકા સભ્ય નવલસિંહ કટારા પશુ ચિકિત્સાઅધિકારી ઉત્સવ બારીયા આરોગ્ય અધિકારી એ.આર ડાભી CDPO ગરબાડા તેમજ સરપંચ સાહિત ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા .