
ગરબાડા તાલુકાના ગાંગરડા ભુરીયા ફળિયા રોડ ઉપર બે બાઈકો વચ્ચે અકસ્માત
અકસ્માત સંદર્ભે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાય
ગરબાડા તા.09
ગરબાડા તાલુકાના ગાંગરડા ભુરીયા ફળિયા ના રસ્તે બોરીયાલા ગામના દિવાનભાઈ કાળુભાઈ ડામોર પોતાની ટુવિલર ગાડી લઈને ઘર તરફ જઇ રહ્યા હતા તે દરમિયાન સામેથી આવતી મોટા સાઇકલ નંબર GJ-20-AC-8332 નંબરની મોટર ચાલકે ફૂલ ઝડપે એને ગફલત ભરી રીતે લાવી સામેથી અથડાવતા બાઈક પર સવાર દિવાનભાઈ કાળુભાઈ ડામોર બાઈક પરથી નીચે પછડાતા દિવાનભાઈ કાળુભાઈ ડામોર ને ડાબા પગના સાતળના ભાગે તથા જડબાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેઓને સારવાર માટે 108 ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતમાં બનાવ સંદર્ભે નવલસિંહભાઈ કાળુભાઈ ડામોર મોટરસાયકલનંબ GJ-20-AC-8332 ના ચાલક વિરુદ્ધ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી