
રાહુલ ગારી :- ગરબાડા
જેસાવાડા પોલીસે છેલ્લા 11 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી જેલ ભેગો કર્યો
ગરબાડા તા.08
પ્રાપ્ત માહિતી અનુસાર જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ.એમ રામી તથા જેસાવાડા પોલીસ સર્વેલન્સ સ્કોડના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાઓ માં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા અસરકારક પરિણામ લક્ષી કામગીરી કરવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે વલસાડ જિલ્લાના વાપી ટાઉન પોલીસ સ્ટેશન પ્રોહીના ગુ.ર.ન ૪૭/૨૦૧૨ પ્રોહી કલમ ૬૬(૧)(બી)૬૫ એ.ઇ ૧૧૬(ખ) ૮૧ મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી દિતાભાઈ ઉર્ફે દીત્યો રામસિંગ મેડા તેના ઘરે નઢેલાવ હોવાની બાતમીના આધારે તેના ઘરે રેડ પાણી પકડી પાડી જેસાવાડા પોલીસ મથકે લાવી જેલ સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આમ જેસાવાડા પોલીસને પ્રોહીબીશન ગુનામાં સંડાવાયેલા છેલ્લા 11 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી