ગરબાડા તાલુકાના નેલસુર ગામે અમારા ખેતરમાં મકાઈ કેમ કાપે છે તેમ કહેતા મહિલાને દાતરડું માર્યું,

Editor Dahod Live
1 Min Read

 રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાના નેલસૂર ખાતે અમારી મકાઇ કેમ કાપે છે.કહેતા મહિલાને દાતરડું માર્યુ:છોડાવવા પડેલી વહુ ને પણ માર માર્યો

નેલુસર ગામમાં અમારા ખેતરમાં અમારી મકાઇ કેમ કાપે છે કહેતા ઉશ્કેરાઇ મહિલાને દાતરડું મારી ઇજા કરી હતી. સાસુને છોડાવવા પડનાર વહુને પણ ગડદાપાટુનો માર મારી ઇજા કરી હતી

ગરબાડા તા.02

પ્રાપ્ત વિગત મુજબ નેલસુરના રાજેશ બામણીયાના પત્ની જયાબેન તથા માતા મણીબેન બન્ને સાસુ વહુ ઘરની નજીક ખેતરમાં ગયા હતા. તેં દરમિયાન અપરસીંગ ભુરીયા ખેતરમાં મકાઇનો પાક કાપતો હતો . જેથી રાજેશની માતાએ તેને અમારા ખેતરમાં મકાઇ કેમ કાપે છે કહેતા અપર સીંગ ઉશ્કેરાઇ ગાળો બોલી મે મકાઇ કાપી છે. તું શુ કરી લઇશ તેમ કહી દાતરડું રાજેશની માતાને માથામાં મારી ઇજા પહોચાડી આ દરમિયાન વહુ જયાબેન વચ્ચે છોડાવવા પડતાં તેને પણ મારી ઇજા કરી હતી . ઘટનાની જાણ 108 ને જાણ કરી ઇજાગ્રસ્ત માતાને સારવાર માટે દાહોદ લઇ જવામાં આવ્યા હતા.
આ સંદર્ભે જેસાવાડા પોલીસે ગુનો દાખલ કર્યો હતો

Share This Article