રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકા પંચાયતના સભાગૃહમાં વિવેકાધીન અંતર્ગત 2023/24 ના આયોજનના ભાગરૂપે બેઠક યોજાઈ
ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન ગણાવાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
તાલુકા પંચાયતના સભાગૃહમાં બેઠક જિલ્લા સભ્યો પણ ઉપસ્થિત રહ્યા
ગરબાડા તા.04
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતના સભા ગૃહમાં તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન ગણાવા તેમજ ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર ની અધ્યક્ષતામાં 2023/ 24 ના આયોજનના ભાગરૂપે 15% વિવેકાધીન ની બેઠક યોજાઈ હતી જે 2023/ 24 ના આયોજનના ભાગરૂપે તાલુકા સભ્ય તેમજ જિલ્લા સભ્યોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ જિલ્લા સભ્યો કમલેશ માવી કિરીટ પટેલ સહિત તાલુકા પંચાયત બાંધકામ સમિતિના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
