
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પોલીસ મથકે એ.એસ.પી જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો.
લોક દરબારમાં સરપંચ સહિત આગેવાનો,વેપારીઓ હાજર રહ્યા.
ગરબાડા તા.19
ગુજરાતના રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા વગર લાયસન્સ એ નાણા ધીરનાર અને લિમિટ કરતાં વધુ વ્યાજ લઈ ત્રાસ આપી લોકોના અપમૃત્યુ નું કારણ બનનાર લોકો ઉપર કાર્યવાહી કરવાની સૂચના આપી છે ત્યારે પોલીસ પ્રશાસન હવે લાઇસન્સ વગર વ્યાજે ધંધો કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે ત્યારે ગરબાડા પોલીસ મથકે દાહોદ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક જગદીશ બાગરવા ની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબાર કાર્યક્રમમાં દાહોદ ના પોલીસ મથકના પી.એસ.આઇ પટેલ ઉપસ્થિતિ માં લોકદરબાર યોજાયો. આ લોક દરબારમાં ગેરકાયદેસર લાઇસન્સ વગર ઉંચા વ્યાજ વસૂલ કરતા વ્યાજખોરો ની માહિતી એકત્રિત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે જરૂરી સૂચનો કર્યા હતા.સરપંચો, આગેવાનો ને આવી ગેરકાયદેસર વ્યાજ નો ધંધો કરતા લોકોને આવી પ્રવ્રુત્તિઓ અટકાવવા આહ્વાન કર્યું હતું. આ લોક દરબાર કાર્યક્રમમાં ટ્રાફિક સુરક્ષા સપ્તાહ અંતર્ગત ટ્રાફિક ના નિયમોનું પાલન કરવા અને માહિતી 18 વર્ષના થી નીચેની વયના છોકરાઓને માહિતગાર કરવા સૂચન કર્યું હતું. લોક દરબાર કાર્યક્રમમાં આજુબાજુ વિસ્તારના સરપંચો તાલુકા સભ્ય સહિત વેપારીઓ અને ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.