
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા નગરવાસીઓને ટેમ્પર વારી નર્મદા બેસીન આધારિત પીવાનું પાણી મળશે : ધારાસભ્ય દ્વારા નર્મદાના પાણીને લીલી ઝંડી અપાઈ..
ગરબાડા તા.16
ગરબાડા તાલુકામાં ગરબાડા નગરવાસી ઓને હાલ જે પીવાના પાણી માટે તકલીફ પડી રહી છે અને નગરવાસીઓ દ્વારા ગરબાડા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી જેને લઇને તંત્ર દ્વારા ગરબાડા નગરવાસીઓને પીવાના પાણી માટે હાલ ટેમ્પરવારી ગરબાડા નગરમાં નવીન બનાવેલ હાફેશ્વર નર્મદા બેસીન આધારિત જૂથ પાણી પુરવઠા માંથી જૂની લાઈનમાં કનેક્શન આપીને પીવાનું પાણી ગરબાડા નગરને આપવામાં આવશે આ નર્મદાના પાણી ની નળ યોજના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોરના હસ્તે નારિયેળ ફોડી હાર પહેરાવી ચાલુ કરવામાં આવી જેમાં ગરબાડા પાર્ટી પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ ગરબાડા ના સરપંચ અશોક રાઠોડ તેમજ ડેપ્યુટી સરપંચ મનુભાઈ સહિત ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નર્મદાના પાણીની નળ લઈને ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર દ્વારા લીલી ઝડી આપવામાં આવી હતી