
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકા ટીચર્સ ફ્રેન્ડલી ક્રિકેટ ટુર્નામેન્ટ દાદુર ક્લસ્ટરનો વિજય.
ગરબાડા તા.09
ગરબાડા તાલુકા પ્રાયમરી ટીચર્સ ફ્રેન્ડલી ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન થયું હતુંં. જેમાં વિવિધ કલસ્ટર ની 12 ટીમો એ ભાગ લીધો હતો જેની ફાઈનલ મેચ તા 8-1-2023 ના રોજ દાદુર કલસ્ટર અને જાંબુઆ કલસ્ટર વચ્ચે રમાઈ હતી જેમાં જાંબુઆ ટીમે પ્રથમ બેટિંગ કરતા 10 ઓવર માં 116 રન કર્યા હતા જેના જવાબમાં દાદુર ની ટીમે 9.4 ઓવર માં 118 રન કરી મેચ જીતી લીધી હતી અને ટ્રોફી પોતાના નામે કરી હતી. ફાઈનલ માં પોતાની જોરદાર બેટિંગ વડે ભોળા અરજણ ભાઈ 69 રન ફટકારી મેન ઓફ ધ મેચ ની ટ્રોફી જીતી હતી સાથે સમગ્ર ટુર્નામેન્ટમાં પોતાની ધારદાર બોલિંગ અને બેટિંગ નું પ્રદર્શન કરી દાદુર ના કેપ્ટન અજય પટેલ મેન ઓફ ધ સિરીીઝ બન્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટ ગરબાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને ગરબાડા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ના હોદેદારો,brc ગરબાડા ના માર્ગદર્શન અને પ્રેરણા થી સાકરીયા મુકેશભાઈ, પ્રજાપતિ જીતેન્દ્રભાઈ અને દેસાઈ શાહરભાઈ એ ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું અને તાલુકાના શિક્ષક મિત્રો માં એકતા ,ખેલદિલી ની ભાવના વિકસે તેવા પ્રયત્નો કર્યા હતા.