Monday, 14/07/2025
Dark Mode

ગરબાડા તાલુકાના જેસાવાડા બજારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નું વેચાણ કરતા બે ઈસમોને પોલીસે ઝડપી જેલભેગો કર્યો.. 

January 8, 2023
        976
ગરબાડા તાલુકાના જેસાવાડા બજારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નું વેચાણ કરતા બે ઈસમોને પોલીસે ઝડપી જેલભેગો કર્યો.. 

 રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાના જેસાવાડા બજારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નું વેચાણ કરતા બે ઈસમોને પોલીસે ઝડપી જેલભેગો કર્યો.. 

ગરબાડા તા.08

આગામી મકરસંક્રાંતિના તહેવારને અનુસંધાને ચાઈનીઝ દોરી થી થતા અકસ્માત અટકાવવા માટે સરકાર દ્વારા ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને દાહોદ જિલ્લા પોલીસ ચાઈનીઝ દોરા વેચતા દુકાનદારો તેમજ ચાઈનીઝ દોરાનો ઉપયોગ કરતાં ઈસમો ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેના સંદર્ભે ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે જેસાવાડા પોલીસને મળેલી બાતમીના આધારે જેસાવાડા સરવેલન્સ સ્કોડ ના માણસો સાથે પી.એસ.આઇ એન એમ રામીની અધ્યક્ષતામાં જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીની હકીકત કરીને જેસાવાડા બજારમાં રાજેશભાઈ હઠીલા તથા રાહુલભાઈ શંકરભાઈ પરમાર ને ત્યાં પોલીસે રેડ કરતા તેઓની દુકાનો માંથી ચાઈનીઝ દોરીના ફિરકા તથા રિલો સાથે બે ઇસમો ને પકડી પાડી જેસાવાડા પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં રાજેશભાઈ હઠીલા ની દુકાનમાંથી ચાઈનીઝ દોરી ની નાની મોટી રીલ નંગ 31 ની કિંમત રૂપિયા 4,340 નો મુદ્દામાલ તથા રાહુલભાઈ શંકરભાઈ પરમાર ની દુકાનમાંથી ચાઈનીઝ દોરી ની નાની મોટી રીલ તથા ફિરકા નંગ 12 કિંમત રૂપિયા 4200 નો મુદ્દા માલ પકડી પાડી બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!