
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકા પંચાયત કચેરી ના સભાગૃહમાં તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી…
ગરબાડા તા.05
આજરોજ ગરબાડા તાલુકા પંચાયતની સામન્ય સભા તા.પંચાયત કચેરીના સભાગૃહમાં તાલુકા પંચાયત પ્રમુખ મનીષાબેન અર્જુનભાઈ ગણાવાની અઘ્યક્ષતામાં યોજાઈ હતી.
સામન્ય સભામાં તાલુકા પંચાયતની માહિતી માટેની બુક બનાવવા માટે તાલુકા પ્રમુખના અધ્યક્ષસ્થાને થી નિર્ણય લેવાયો હતો.અને સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા ગરબાડા તાલુકામાં મંજૂર થયેલ તેમજ બાકી રહેલા વિકાસના કામો ઝડપથી કરવા માટે તાલુકા વિકાસ અધિકારી ને અપીલ કરી હતી.
ગરબાડા તાલુકા પંચાયત ની સામન્ય સભામાં દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર,ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તાલુકા પંચાયતનો સ્ટાફ તાલુકા સભ્યો,જિલ્લા સભ્ય ઉપસ્થિત રહ્યા હતાં.