ગરબાડા તાલુકાના પાંદડી ગામેં ખાતે ફોરવહીલ ગાડી પલ્ટી મારી:પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાના પાંદડી ગામેં ખાતે ફોરવહીલ ગાડી પલ્ટી મારી: પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત 

પાટાડુંગરી રસ્તા ઉપર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો..

દાહોદ તા.02

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના પાંદડી ગામ ખાતે પાટાડુંગરી રસ્તા ઉપર ફોરવીલર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ફોરવીલર ગાડીમાં સવાર પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી..

 મળતી વિગતો અનુસાર ગરબાડા તાલુકાના પાંદડી ગામના પાટાડુંગરીના રસ્તા નજીક ફોરવીલર ગાડીના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે હંકારી લાવતા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રોડની સાઈડમાં પડેલ ઢગલા સાથે અથડાઈને બે પલટી મારી હતી.તે દરમિયાન ફોરવીલરમાં સવાર પાંચ લોકોને લોકોને ઈજા પહોંચી હતી.અકસ્માતની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ઈજાગ્રસ્તમાં ડ્રાઇવરને માથાના ભાગે તેમજ ગાડીમાં સવાર મહિલાને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ તથા તેને સારવાર માટે 108 ની મદદથી દાહોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આમ 2023 ની શરૂઆત થતાની સાથે પહેલા દિવસે ગરબાડા તાલુકામાં બે માર્ગ અકસ્માતના બનાવો બન્યા હતા.

Share This Article