
રાહુલ ગારી :- ગરબાડા
વર્ષના અંતિમ દિવસે વિજચોરો સામે MGVCL ની લાલ આંખ..
ગરબાડા તેમજ ધાનપુર તાલુકામાં MGVCLની વિજિલન્સ ટીમના દરોડા:5.27 લાખનો મુદ્દામાલ જપ્ત: 38 વિરુદ્ધ ગુનો નોંધાયો..
ગરબાડા અને ધાનપુર તાલુકામાં વીજ ચોરો સામે મેગા ઓપરેશન હાથધરાયું:જુદી જુદી આઠ ટીમો બનાવવામાં આવી હતી
ગરબાડા તા.31
દાહોદ જિલ્લામાં વર્ષના અંતિમ દિવસે એમજીવીસીએલ ની ટીમ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરી વિચ ચોરો સામે લાલ આંખ કરી છે. જેમાં એમજીવીસીએલ ની ટીમે જુદી-જુદી આઠ ટીમો બનાવી ગરબાડા તેમજ ધાનપુર તાલુકામાં MGVCL વિજિલન્સ ટીમ દ્વારા મેગા ઓપરેશન અંતર્ગત વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ગરબાડા તેમજ ધાનપુર પંથકમાં મોટા પ્રમાણમાં થતી વીજ ચોરી ઝડપાઈ છે. એમજીવીસીએલ ની ટીમેં 38 જેટલા ઇસમો વિરુદ્ધ વીજ ચોરીના કેસ નોંધી 5.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે અને રવિ પાકમાં લોકો ઘઉંનો પાક કરતા હોય છે પાણી આધારિત ખેતી કરવા માટે લોકોને સિંચાઈ માટેની લાઈન આપવામાં આવે છે પરંતુ વીજચોરી કરતા ઇસમો સિંચાઈ માટેની લાઈન લેતા નથી અને લંગર નાખીને તેમજ વાયર સાથે ડાયરેક્ટ વાયર જોડીને ગેરકાયદેસર રીતે વીજ ચોરી કરતા હોય છે અને લાખો રૂપિયાની વીજ ચોરી કરતા હોય છે જેને લઇને MGVCL વિજિલસની ટીમ દ્વારા આ વિજ ચોરીને અટકાવવા માટે ગરબાડા તેમજ ધાનપુર તાલુકામાં જુદી જુદી આઠ ટીમો બનાવીને વીજ ચોરી કરતા ઈસમો વિરુદ્ધ દરોડા પાડ્યા હતા જેમાં વિજિલસ ની ટીમ દ્વારા 38 ઇસમો વિરુદ્ધ વીજ ચોરીના કેસો બનાવી ₹5,27,000 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખની છે કે એમજીવીસીએલ ની ટીમ દ્વારા વર્ષના અંતિમ દિવસે મેગા ઓપરેશન હાથ ધરી વીજ ચેકિંગ હાથ ધરતા વિજ ચોરોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો.
નોંધ :- દાહોદ લાઈવ ના પ્રસારિત કરેલા સમાચાર કોપી કરવા એ information under Rule 18 of the Information Technology (Intermediary Guidelines and Digital Media Ethics Code) Rules, 2021. ગુનો બને છે..