
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા સરકારી વિનય કોલેજના અધ્યાપક ડોક્ટર ભરત ખેની ને દિલ્હી ખાતે યુવા પુરસ્કાર એનાયત કરાયો..
તારીખ : 27 ડિસેમ્બર
સાહિત્ય અકાદેમી, દિલ્હી દ્વારા વર્ષ – ૨૦૨૨નો ગુજરાતી ભાષાનો યુવા પુરસ્કાર સરકારી વિનયન કોલેજ, ગરબાડાના ગુજરાતી વિષયના પ્રાધ્યાપક ડૉ. ભરત ખેનીને પ્રાપ્ત થયો. સાહિત્ય અકાદમી દિલ્હીના અઘ્યક્ષ ડૉ.ચંદ્રશેખર કંબારની અઘ્યક્ષતામાં મળેલ બેઠકમાં ડૉ. ભરત ખેનીને તેમના ‘ રાજા રવિવર્મા ‘ ચરિત્ર લેખન માટે આ યુવા પુરસ્કાર એનાયત થયો હતો.યુવા પુરસ્કાર અર્પણ કાર્યક્રમ સાહિત્ય અકાદમી દિલ્હી ખાતે ૨૭/૧૨/૨૦૨૨ના રોજ યોજવામાં આવ્યો હતો.જેમાં તામ્રપત્ર તથા ૫૦,૦૦૦/- રોકડ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ડૉ.ભરત ખેનીએ આ સર્જન ગુજરાતના ઉગતા સૂર્યના પ્રદેશ તરીકે ઓળખાતા ગરબાડા જેવા અંતરિયાળ ક્ષેત્રમાં રહીને કર્યું હતું.આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી, તમામ અધ્યાપકો તથા સમસ્ત કોલેજ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.