
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલીમ યોજાઈ
તારીખ 28 ડિસેમ્બર
પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ ગરબાડા તાલુકાની આરોગ્ય કચેરી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શિલ્પા યાદવ ના માર્ગદર્શન હેઠળ નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને કમ્યુનિટી હેલ્થ ઓફિસર ની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં RCHO ડોક્ટર ઉદય કુમાર તિલાવત અને એપેડેમિક મેડિકલ ઓફિસર નયન જોશી દ્વારા તમાકુથી થતા નુકસાન અંગે લોક જાગૃતિ આવે તેમજ તમાકુ અધિનિયમ COTPA -2023 નો પ્રચાર પ્રસાર અર્થ તેની સમજ આપી વધુમાં કોરોનાની પરિસ્થિતિમાં કરવાની થતી કામગીરી બાબતે LHLP પોર્ટલ સિકલ સેલ અને આરોગ્ય સર્વે લેન્સ અંગેની માહિતી આપી વિષુવવૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં આરોગ્ય અધિકારી ડોક્ટર અશોક ડાભી અને એપેડેમેંલોજિસ્ટ ડોક્ટર લવિન્દ્ર બામણ દ્વારા આરોગ્ય લક્ષી અન્ય બાબતો પર ધ્યાન દોરવામાં આવ્યું હતું