
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના વજેલાવ ભૂતવડ પ્રાથમિક શાળાના આચાર્યને ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયાં..
ગરબાડા તારીખ 28
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામના વતની અને વજેલાવ ગામની ભૂતવડ પ્રાથમિક શાળા ના આચાર્ય કિરણસિંહ ચાવડાને ગ્લોબલ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ટીમ નાગપુર મહારાષ્ટ્ર દ્વારા તારીખ 17 ડિસેમ્બર 2022 ના રોજ સંસ્થાના ત્રીજા વાર્ષિક દિવસ ની ઉજવણી નિમિત્તે દેશભરમાં થી ઉત્કૃષ્ટ શિક્ષણ, સમાજ સેવા અને વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી કરવા બદલ સન્માનવામાં આવ્યા હતા .જેમાં કિરણસિંહ ચાવડાને ગુજરાત ગૌરવ પુરસ્કાર આપી નાગપુર ખાતે સંસ્થાના અધ્યક્ષ મનીષા ઠાકરે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં તેમને શિલ્ડ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તેઓએ દેશભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે.