દાહોદ તાલુકાના ચંદવાણા વિદ્યાર્થીએ BSC ક્લિયર કર્યા પછી ગોલ્ડ મેડલ મેળવી ગૌરવ વધાર્યું..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

 દાહોદ તાલુકાના ચંદવાણાના વિદ્યાર્થીએ બીએસસી ક્લિયર કર્યા પછી ગોલ્ડ મેડલ મેળવી ગૌરવ વધાર્યું…

દાહોદ તા.25

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ચંદવાના ખાતે રહેતા ગારી વિનોદકુમાર લખાભાઈ તેઓ ધોરણ 11 અને 12 સાયન્સ કર્યા પછી બીએસસી માં મુખ્ય વિષય ભૌતિકશાસ્ત્ર પર બીએસસી કર્યુ હતું અને મુખ્ય વિષયભૌતિકશાસ્ત્ર પર બીએસસી ગ્રેજ્યુએશન થતાં તેઓએ ગોધરા ખાતે યોજાયેલ શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ફર્સ્ટ ગોલ્ડન પ્રોગ્રામ અને ત્રીજો એન્યુઅલ કોનવોકેશનમા ગુરુ ગોવિંદ યુનિવર્સિટી તરફથી તેઓને ગોલ્ડ મેડલ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં વિનોદ કુમાર ગારી ને ગોલ્ડ મેડલ થી સન્માનિત થતા તેઓ એ પોતાના પરિવાર સહિત સમગ્ર ગારી સમાજ નું નામ રોશન કર્યુ હતું અને ગારી સમાજ દ્વારા વિનોદકુમાર ગારી ને શુભેચ્છા પાઠવા માં આવી હતી.

Share This Article