
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકાના જાબુઆ પ્રાથમિક શાળા ખાતે સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો
પાંચ પૈકી ત્રણ શાળામાં ગાંગડા પ્રાથમિક શાળાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના જાંબુઆ ગામ ખાતે સી. આર.સી કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2022-23 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સી.આર.સી કક્ષાની 12 શાળાએ ભાગ લીધો હતો અને 12 શાળાએ જુદા જુદા વિભાગોમાં પ્રદર્શન કર્યું હતું જેમાં પાંચ વિભાગ પૈકીના ત્રણ વિભાગમાં ગાંગરડા પ્રાથમિક શાળાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને હવે ગાંગરડા પ્રાથમિક શાળા તારીખ 16/12/2022 ના રોજ ગરબાડા તાલુકાની કુમાર શાળા ખાતે યોજવા જઈ રહેલા વિજ્ઞાન મેળામાં ભાગ લેશે અને પોતાની શાળાનું પ્રદર્શન કરશે