
રાહુલ ગારી :- ગરબાડા
દાહોદ લાઈવ ઇમ્પેક્ટ…ગરબાડામાં દુષિત પાણીના કારણે ફેલાતા રોગચાળાને નાથવા તંત્ર હરકતમાં: આરોગ્ય વિભાગ દ્વારા ફોગીંગની કામગીરી હાથ ધરાઈ..
દાહોદ તા.19
ગરબાડા નગરમાં ભાભોર ફળિયા ના રહીશો દ્વારા નળ અને ગટરના દૂષિત પાણીના કારણે ફેલાતા રોગચાળા ના અહેવાલ દાહોદ લાઈવ માં પ્રસારિત કરતા તંત્ર હરકત માં આવ્યું હતું અને ભાભોર ફળીયા માં ફોગિંગ ની કામગીરી હાથ ધરાઈ હતી.
ગરબાડા તાલુકામાં પોલીસ સ્ટેશનની પાછળ આવેલ ભાભોર ફળિય ના રહીશો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં અરજી આપવામાં આવી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાભર ફળિયામાં પાછલા બે વર્ષથી નળ લાઈન નું દૂષિત પાણી જાહેર રસ્તા પર આવતા રોગચાળાની દહેશત છે આ સમસ્યા નું વહેલી તકે નિકાલ કરવામાં આવે અને ભાભોર ફળિયામાં પાણી બે વર્ષથી જાહેર રસ્તા ઉપર નડે લાઈનનું તથા ગટરનું દૂષિત પાણી સંગ્રહ થતો હોય તે તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે ગ્રામ પંચાયતને અનેકવાર રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી તેના પરિણામે ફળિયામાં ડેન્ગ્યુ તથા ચિકનગુનિયા ના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા તેઓની આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક રહેવાસીઓ દ્વારા ઉગ્ર માંગ છે જો વહેલી તકે આ સમસ્યાનો નિકાલ નહીં આવે તો ગાંધીચીંડ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. આ સમસ્યાના સમાચાર દાહોદ લાઈવમાં પ્રસિદ્ધ થતા ગરબાડા આરોગ્ય વિભાગ હરકત માં આવ્યું હતું અને આ વિસ્તારમાં ફોગિંગ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.