
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા ૧૩૩ વિધાનસભા બેઠક પર સસ્પેન્સનો અંત : બીજેપી ઉમેદવાર તરીકે મહેન્દ્ર ભાભોર ને જાહેર કરાયા ..
ભારતીય જનતા પાર્ટી દ્વારા પાંચમી યાદી જાહેર કરી છે જેમાં બાકી રહેલ ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી.જેમાં દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ ગરબાડા વિધાનસભા બેઠક પર બીજેપીના ઉમેદવારના નામની ઘોષણા બાકી હોવાથી સૌ કોઈ અસમંજસમાં મુકાઈ ગયા હતા.પરંતુ બીજેપી દ્વારા અંતિમ ક્ષણોમાં વધુ 3 નામોની યાદી જાહેર કરી હતી . જેમાં 133 વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે મહેન્દ્રભાઈ ભાભોર ની પસંદગી કરવામાં આવી. જેને લઇ ગરબાડા વિધાનસભાના તમામ ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો . સાથે સાથે બીજેપીના કાર્યકર્તાઓ તેમજ સમર્થકોએ મહેન્દ્ર ભાભોરને અભિનંદન આપ્યા હતા.